Thursday, September 1, 2011

ચરખીડો તારો


કબીર સાહેબ

સુણ સાહેલી, ચરખીડો તારો રે, રણઝણ બોલે;
એકાંત મન સ્થિર કરી, શું કરવાને ઘર ઘર ડોલે ? (ટેક)

મેરુદંડ મોભે સ્થિર થાંભલિયો, નાભિકમળ ચતુર્દશ દામણિયો;
વસ્તુ બિજ્ણા વિના બ્રહ્માએ ઘડિયો. સુણ...

શ્વાસા સોહમની મધ્યે માળ ફરે, નાસા તોરણિયાં વચ્ચે નૃત્ય કરે;
ઝીણા કર્ણ ચરખામાં શબ્દ કરે. સુણ...

તું તું ત્રિવેણી મધ્ય ત્રાક ફરે, પૂણી પ્રેમ તણી લઇ સ્પર્શ કરે;
ટાળી દ્વૈત તણો એક તાર કરે. સુણ...

લેકર ઘડી લઇ કરમાં કરને, તાર તૂટે નહીં સૂરતા ધરને,
ગુરુ જ્ઞાન પીંજણે સૂતર ભરને. સુણ...

એ ચરખાની સમજણ સારી, તમે સાંભળજો નર ને નારી;
કહે 'કબીર' કાંતે કોઈ કતવારી, સુણ સાહેલી ચરખીડો તારો રે...

No comments:

Post a Comment