Thursday, September 1, 2011

અરજી સુણજો મોરી રે


Kabir Saheb

અરજી સુણજો મોરી રે ચરખો બોલે;
રામનામ ભજ તું હી, રામ ભજ તું હી (ટેક)
જળની ઉપર સ્થળ રચાવ્યું, સ્થળમાં કીધો વાસ;
એક અચંબો એવો સુણ્યો, બેટીએ જન્મ્યો બાપ. અરજી...
બેટી કહે છે બાપને, મારે અણજાયો વર લાવ;
અણજાયો રે નર ના મળે તો, તારે મારો ઘર વાસ. અરજી...
રૂ પીંજવા હું ગઈ, પીંજો પીંજારા ભાઈ;
પીંજણ પીંજારાને ખાઈ ગઈ, ઐસી સદગુરુ સાન બતાઈ...
ચરખો મારો અજબ રંગીલો, પૂણીઓ લાલ ગુલાલ;
કાંતનવાલી છેલછબીલી, આકાશે નાખે તાર. અરજી...
માતા મરજો પિતા મરજો, મરજો રે ભરથાર;
એક ન મરો મારો છેલ્ સુતારી, ચરખાનો ઘડનાર. અરજી...
રામાનંદનો ભણે 'કબીરો', આ ચરખો સમજાય;
ચરખાને જો ફેરવી જાણે, તેનું જનમ-મરણ મીટ જાય...

No comments:

Post a Comment