Thursday, September 1, 2011

મારો સાથીડો રીસાણો

સંત કબીર
ભાઈ મારો સાથીડો રીસાણો, તેને કોઈ મનાવા જાય. (ટેક)

કાચી માટીના ઘાટ ઘડુલા, તે પણ ફૂટી જાય;
પરદેશીની પ્રીતડી તે, પળમાં તૂટી જાય. ભાઈ...

પીંજરામાંથી પોપટ હાલ્યો, પીંજર ઝોલા ખાય;
સરખી મળી સાહેલીઓ, કાંઈ અવળા મંગલ ગાય. ભાઈ...

પાંચ તત્વ કા પિયુ હમારા, તે છોડ્યા કેમ જાય;
જ્ઞાન ગરીબી હૃદય મેં રખ લે, થનાર હોય તે થાય. ભાઈ...

સદગુરુજી કા સ્મરણ કરી લે, હૃદય કમળ સુધી જાય;
કહતે 'કબીર' સુનો ભાઈ સાધો, વૈકુંઠ વાસા થાય.

ભાઈ મારો સાથીડો રીસાણો, તેને કોણ મનાવા જાય.

No comments:

Post a Comment