Sunday, September 4, 2011

સંતો જુઓ વિચારી

સંત કબીર દાસ
જ્ઞાની ધ્યાની સંતો જુઓને વિચારી,
આંખ વિના, પાંખ વિના, મુખ વિના નારી જી. (ટેક)

અંગડાનિ ઉજળી મુખડાની મીઠી,
ઇન્દ્રની સભામાં અમે રમતા દીઠી.  આંખ...

ઊંડો રે કૂવો સંતો પાંચ પનિયારી,
સર્વે પાણીડાં ભારે ન્યારી ન્યારી.  આંખ...

કાયા રે નગરમાં ધોબણ રાણી,
કપડાં ધૂવે સાબુ વિના પાણી.  આંખ...

આ રે કાયામાં ઘાંચણ રાણી,
તલડાં પીલે વિના બળદ ઘાણી.  આંખ...

કહત 'કબીર' સૂનો ભોઈ સાધો,
માતા કુંવારી એનો પિતા બ્રહ્મચારી.  આંખ...

બોલનહારો તે ક્યાં વસે ?



કબીર સાહેબ
 
સંસારી શું જાણશે? જ્ઞાની કરોને વિચાર;
બોલનહારો તે ક્યાં વસે? બોલનહારો તે ક્યાં વસે? (ટેક)

પાણીથી છે પાતળો, જેવી ધૂમસની ધાર;
પિંડ બ્રહ્માંડની પાર છે, નોંધારનો આધાર. સંસારી...

શૂનની ધૂનમાં ધમધમે, ત્યાં છે પવનનો વાસ;
મેહુલા ત્યાં વરસે મોટી તણા, ઘનઘોર આકાશ. સંસારી...

તખત તરવેણીના તીરમાં, ખેલ જુઓ અપરંપાર;
પાંચ તત્વ પરગટ રમે, જેમ કરે વીજ ચમકાર. સંસારી...

ગગનમંડલ ના ગોખમાં, વાગે અનહદ નાદ;
ઉનમુનિએ ઓળખાય જે, ખેલ છે ખાંડાની ધાર. સંસારી...

દશ મેં દ્વારે દેવ છે, સોહમ શબ્દની પાર;
કહે 'કબીર' કૂડું નહીં, સાચું અગમ અપાર.

સંસારી શું જાણશે? જ્ઞાની કરોને વિચાર. બોલણ...

Thursday, September 1, 2011

અગમ અગોચર એંધાણી

સંત કબીર
સદગુરુ નિરવાણી, અરે મુક્તિ ભરે છે પાણી. (ટેક)

અષ્ટસિદ્ધિ નવ નિધિ કરે મજૂરી, મોર વિધાતા સણી રે (૨)
ચંદા સૂરજ દોનું ભયે સંગાથી(૨) સુરતી સેજ સમાણી. સદ્...

ચાર વેદ ને વ્યાકરણ વાણી, અષ્ટ દશ પુરાણી રે (૨)
તે પણ ઈચ્છે અગમ અગોચર (૨), નિગમ નેતિ વખાણી. સદ્...

ધર્મ અર્થ ને મોક્ષ મુક્તિ પદ, બેલ ફરે જેમ ઘાણી રે (૨)
સત્ય ભક્તિ બીન ચાર પદારથ, કાગ  વિષ્ટા લપટાણી. સદ્...

વર્ણાશ્રમ ને ભેદ અભેડા, ગગને લહેર સમાણી રે (૨)
કહત 'કબીર' સુનો ભાઈ સાધો, અગમ અગોચર એંધાણી.

સદગુરુ નિરવાણી નિરવાણી, અરે મુક્તિ ભરે છે પાણી.

તખત તરવેણી ઉપરે



તખત તરવેણી ઉપરે, ફૂલડાં રીયા રે ફૂલાઈ રે;
અડલ ઘડીક કા બેસણાં, દેખો આ દુનિયા ભૂલાઈ રે.
સુખારત ફૂલડાં ગુલાબનાં, ગુરુ વિના દ્રશ્ય નવ થાય રે. (ટેક)

આપકા કોઠા પર આપ ખડા, ગુરુ ગમે દિયા રે બતાઈ રે;
ખડકીને ખોલીને સંતો દેખાતા, અડલ તો દર્શન થાય રે. સુખા...

ચાર રે જોજનની ઉપરે, પરગટ પરખોને પૂરા રે;
ઝીલમીલ ઝીલમીલ હુઈ રહ્યા, ભક્ત હશે કોઈ શૂરા રે. સુખા...

કહત 'કબીર' ધર્મદાસકું, ફૂલડાં દિયા રે બતાઈ રે;
શૂરા હોય સો નર પામશે, ગાફેલ ગોથાં ખાય રે.

સુખારત ફૂલડાં ગુલાબનાં, ગુરુ વિના દ્રશ્ય નવ થાય રે. 

નથી જીવ તારી સુંદર કાયા

સંત શ્રી કબીર દાસ
નથી જીવ તારી રે સુંદર કાયા, છોડી ને ચાલ્યો વણઝારા રે હોજી.

પરદેશથી એક હંસલો આવ્યો ને, આંગણે ફરે છે કુંવારો રે હોજી;
ઈરે હંસાને તમે ભેદ ન આપો ભાઈ, પૂછી આવ્યો છે ઘર તારો રે. નથી...

કાઢે કાઢરા ને આ છે ઉધારાને, હંસલાને નોતરી જમાડ્યો રે હોજી;
ભૂખે મત રાખો ભાઈ, પાપીડો ભૂખ્યો સધાયો રે. નથી...

કાયા કહે મેં સુંદર સ્ત્રીને, તું મારો પુરુષ પ્યારો રે હોજી;
માયા જોગણીને સૂતા મેલીને ભાઈ, હાથે કરીને લલચાણા રે. નથી... 

કાયા કહે મેં હંસલાને ઠગિયો, ને હંસલો બ્હોત ઠગાયો રે હોજી;
તુજ સરખી ઈ બ્હોત ઠગી લાયો, થીયો મેં ઘરડો તારો રે. નથી...

લઇ ગયા ગણને ઊઠ ગયા હાંડાને, લાલ ભયો રે લાવકારો રે હોજી;
હોઈગા તોલને બૂઝ ગઈ બત્તીયાં, મંદિરીએ મેં ઘોર અંધારા રે. નથી...

કહત 'કબીર' સુનો ભાઈ સાધો, મેરે ચાકર ચરણકો રે હોજી;
સાધુ સંત કી સેવા લે ભાઈ, મમરી જાવે ને કો ફેરો રે.

નથી જીવ તારી રે સુંદર કાયા, છોડીને ચાલ્યો વણઝારા રે.


ચરખીડો તારો


કબીર સાહેબ

સુણ સાહેલી, ચરખીડો તારો રે, રણઝણ બોલે;
એકાંત મન સ્થિર કરી, શું કરવાને ઘર ઘર ડોલે ? (ટેક)

મેરુદંડ મોભે સ્થિર થાંભલિયો, નાભિકમળ ચતુર્દશ દામણિયો;
વસ્તુ બિજ્ણા વિના બ્રહ્માએ ઘડિયો. સુણ...

શ્વાસા સોહમની મધ્યે માળ ફરે, નાસા તોરણિયાં વચ્ચે નૃત્ય કરે;
ઝીણા કર્ણ ચરખામાં શબ્દ કરે. સુણ...

તું તું ત્રિવેણી મધ્ય ત્રાક ફરે, પૂણી પ્રેમ તણી લઇ સ્પર્શ કરે;
ટાળી દ્વૈત તણો એક તાર કરે. સુણ...

લેકર ઘડી લઇ કરમાં કરને, તાર તૂટે નહીં સૂરતા ધરને,
ગુરુ જ્ઞાન પીંજણે સૂતર ભરને. સુણ...

એ ચરખાની સમજણ સારી, તમે સાંભળજો નર ને નારી;
કહે 'કબીર' કાંતે કોઈ કતવારી, સુણ સાહેલી ચરખીડો તારો રે...

મારો સાથીડો રીસાણો

સંત કબીર
ભાઈ મારો સાથીડો રીસાણો, તેને કોઈ મનાવા જાય. (ટેક)

કાચી માટીના ઘાટ ઘડુલા, તે પણ ફૂટી જાય;
પરદેશીની પ્રીતડી તે, પળમાં તૂટી જાય. ભાઈ...

પીંજરામાંથી પોપટ હાલ્યો, પીંજર ઝોલા ખાય;
સરખી મળી સાહેલીઓ, કાંઈ અવળા મંગલ ગાય. ભાઈ...

પાંચ તત્વ કા પિયુ હમારા, તે છોડ્યા કેમ જાય;
જ્ઞાન ગરીબી હૃદય મેં રખ લે, થનાર હોય તે થાય. ભાઈ...

સદગુરુજી કા સ્મરણ કરી લે, હૃદય કમળ સુધી જાય;
કહતે 'કબીર' સુનો ભાઈ સાધો, વૈકુંઠ વાસા થાય.

ભાઈ મારો સાથીડો રીસાણો, તેને કોણ મનાવા જાય.

તીરથ નહીં જાઉં, મંદિર નહીં જાઉં

Sant Shree Kabir Saheb












તીરથ નહીં જાઉં મંદિર નહીં જાઉં, નહીં જાઉં મથુરા કાશી;
હો અવધૂત પર પાટનના વાસી હો... જી... (ટેક)
કરણી કરે તેને કામી કેના, રેણી રેવે તે રોગી, હો...જી
રેણી કેણી થી ન્યારા ખેલે, સૂક્ષ્મ વીરલા યોગી. હો અવધૂત...
ઇન્દ્રી કરો તેને કસાઈ કેના, જલમ બકે સો બહેરા, હો...જી
સત ધર્મ સત. ભંગસે ખેલે, જીતે જમ કા ડેરા. હો અવધૂત...
ઠાકોરજી તો ઠેકાણે હોયે, હરિશ્ચંદ્ર હાટ વેચાણા, હો...જી
રામચંદ્રજી દશરથ કા લડકા, ઓહં સોહં ઘર આયા. હો અવધૂત...
એક ન કરતા દોય ન કરતા, કર્તા ન દેખ્યા કોઈ, હો...જી
દસમેં દ્વારે 'કબીર' ને મળિયા, ફેર ગઈ રામ દુહાઈ. હો અવધૂત...

મને હરિજન મળજો રે

Kabir Das
મળે તો મને હરિજન મળજો રે (૨)
દૂરિજન દૂર પડજો રે
હરિજન મારા આવિયા, લસી અમારી દેહ (૨)
રોમ રોમ રંગ લાવી રહ્યો ભાઈ (૨)
જેમ વાદળ વરસે મેહ...મળે તો...
હરિજન હીરાની ગાંઠડી, ગરજ વિના મત બોલ (૨)
કોઈ મળશે હીરાનો પારખું (૨)
તો લેશે મોંઘા મોલ... મળે તો...
હરિજન મારા સૂઈ રહ્યા, એની ચોકી કરે ભગવાન (૨)
દાસ 'કબીરજી'ની વિનંતી ભાઈ (૨)
એના ચરણકમળ વિશ્રામ...મળે તો...

અરજી સુણજો મોરી રે


Kabir Saheb

અરજી સુણજો મોરી રે ચરખો બોલે;
રામનામ ભજ તું હી, રામ ભજ તું હી (ટેક)
જળની ઉપર સ્થળ રચાવ્યું, સ્થળમાં કીધો વાસ;
એક અચંબો એવો સુણ્યો, બેટીએ જન્મ્યો બાપ. અરજી...
બેટી કહે છે બાપને, મારે અણજાયો વર લાવ;
અણજાયો રે નર ના મળે તો, તારે મારો ઘર વાસ. અરજી...
રૂ પીંજવા હું ગઈ, પીંજો પીંજારા ભાઈ;
પીંજણ પીંજારાને ખાઈ ગઈ, ઐસી સદગુરુ સાન બતાઈ...
ચરખો મારો અજબ રંગીલો, પૂણીઓ લાલ ગુલાલ;
કાંતનવાલી છેલછબીલી, આકાશે નાખે તાર. અરજી...
માતા મરજો પિતા મરજો, મરજો રે ભરથાર;
એક ન મરો મારો છેલ્ સુતારી, ચરખાનો ઘડનાર. અરજી...
રામાનંદનો ભણે 'કબીરો', આ ચરખો સમજાય;
ચરખાને જો ફેરવી જાણે, તેનું જનમ-મરણ મીટ જાય...

નિર્ગુણ ઘાયલવાળા ધાયજી



Sant Kabir
  રાજા પરજા જગત જોગી, ખલક ખડિયો જાય; (ટેક)

નિર્ગુણ ઘાયલવાળા ધાયજી, નિર્ગુણ ઘાયલવાળા ધયાજી

પહેલાં સદગુરુ સમરીએ ને, ગણપતિ લાગુ પાયાજી;

મૂળ કમળ પર પદ્માસન કરી, ઊલટા પવન ચડાય. નિર્ગુણ...


ડાબી ઈંગલા જમણી પિંગલા, બીચ મેં સુષમ્ણાલાયજી;

ર સાનાયે પ્રેમ પાવન, બંક નાડી જગાય. નિર્ગુણ...


નાભિકમળ બીચ અષ્ટપાંખડી, ચૈતન હોત જ ગાયજી;

ઊંધા હૈં વાકુ સીધા કર લે, ઝગમગ જ્યોત જગાય. નિર્ગુણ...


ગગનમંડલમાં વાજાં વાગે, શીંગીનાદ ધોરાયજી;

અખે મંડળ અમર પુરુષ, પૂરા જોગી પાય. નિર્ગુણ...


નેણા નાસિકા પિયુ પારખ્યા, પિયુ મિલાયા આયજી;

હીરા હુંદી જ્યોતિ ઝળકે, એરણ ચડ્યો જાય. નિર્ગુણ...


આધાર દુલેસે સદગુરુ બેઠા, હીરા સંતો લાયજી;

દાસ 'કબીરા' હુવા નિરભે, જોગીના ઢોલ બજાય. નિર્ગુણ...